અમરેલીઃ પરિવાર ઘરમાં સૂતો હતો અને ભારે વરસાદને કારણે મકાન થયું ધરાશાયી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jun 2020 11:32 AM (IST)
અમરેલી જિલ્લામાં એક મકાન ધરાશાયી થુયં છે. રાજુલાના મોટા આગરીયા ગામની આ ઘટના છે.
અમરેલીઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવારણમાં પલટો આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં એક મકાન ધરાશાયી થુયં છે. રાજુલાના મોટા આગરીયા ગામની આ ઘટના છે. મોડી રાતે ભારે વરસાદના કારણે ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થતું હતું. મળતી વિગતો પ્રમાણે પરિવાર ઘરમા સૂતા હતો અને કાચુ નળીયાવાળું મકાન ધરાશાયી થયું હતું. સ્થાનિક લોકોએ શ્રમિક પરિવારને બહાર કાઢ્યો હતો. પરિવારના સભ્યોને થઈ નાની મોટી ઇજાઓ થઈ છે. જોકે , આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.