ગાંધીનગરઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પડેલા મોટા ફટકામાં સોમવારે જાણીતા ગાયક વિજય સુવાળા
જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાનો ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય છે. ઉત્તર ગુજરાતમાં તળપદી ભાષામાં ગીતો ગાતા વિજય સુવાળા મહેસાણા જિલ્લાના સુવાળાના વતની છે અને અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઈ 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવ્યા હતા અને કીટલી નાંખીને ચા વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. વિજય સુવાળાના પિતાજીએ ટ્રકના ડ્રાઈવર તરીકે પણ નોકરી કરી હતી.
ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળા ભણી ના શક્યા. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિજયે એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂપિયા 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.
સુવાળાની ગાયક તરીકેની કારકિર્દી અચાનક શરૂ થઈ હતી. વિજયના પિતાના મિત્ર ગોવિંદભાઈ ભરવાડના ઘરે પરિવારનાં લોકો ભજનમાં જતા ત્યારથી ભજનમાં રસ પડવા માંડ્યો હતો ને ઘરે ક્યારેક ગાતા હતા. એક દિવસ વિજય સુવાળાના મોટા બાપુજીના ઘરે માતાજીના જાતરનો પ્રસંગ હોવાથી માતાજીનો માંડવા હતો ત્યારે સુવાળાએ ગણપતિનું ભજન ગાયું હતું. એ વખતે પરિવારના લોકોએ સુવાળા પર પૈસા ઉડાડ્યા હતા અને ભજનિક રમેશ રાવળે વિજયનાં અવાજના વખાણ કરતાં વિજયને ગાયક બનવાનો વિચાર આવ્યો.
વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા ગાતા હતા. સંજય ત્રાગડ નામના મિત્રે વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સૂચન કરતાં વિજય સુવાળાએ ઉત્તર ગુજરાતનાં તળપદી ભાષામાં ગીતો ગાવાનું શરૂ કર્યું. રણાસણ ગામમાં માતાજીના એક કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા અને ઉત્તર ગુજરાતમાં લોકગાયક તરીકે સ્થાપિત થઈ ગયા.