સુરેન્દ્રનગરઃ પાટડીના હેબતપુર નજીક સુરેન્દ્રનગર મેઇન કેનાલમાંથી અજાણી વૃદ્ધા અને પુરુષની લાશ મળી આવતા ગમગીની છવાઈ ગઈ છે. બજાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પાટડી ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પાટડીના હેબતપુર નજીક આવેલ સુરેન્દ્રનગરની મુખ્ય નર્મદા કેનાલમાંથી અલગ-અલગ જગ્યાએથી અજાણી મહિલા અને પુરુષની મૃત હાલતમાં લાશ મળી આવતાં પંથકમાં ગમગીની ફેલાઇ જવા પામી હતી.
કેનાલ માં લાશ તરતી હોવાની જાણ બજાણા પોલીસને થતાં હેડ કોન્સબલ રાજુભાઈ મીઠાપરા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી બન્ને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ખાનગી વાહન મારફતે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી બન્નેની ઓળખ કરવા વધુ તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુરુષની ઉંમર આશરે ૫૦ વર્ષ હોવાનું તથા પુરુષ બેથી ત્રણ દિવસ પહેલાં મૃત્યુ પામ્યો હોવાનુ અનુમાન છે. વૃદ્ધ મહિલાની ઉંમર આશરે ૭૦ વર્ષ તથા એક દિવસ વહેલા મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
Mehsana : 20 વર્ષીય યુવતીને યુવકે ભાઈને લેવાના બહાને બોલાવી પરાણે માણ્યું શરીરસુખ ને પછી તો....
મહેસાણાઃ ઊંઝા તાલુકાના એક ગામની ઘટનાની 20 વર્ષીય યુવતીને તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોવાનો ફોન કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાઈને લેવા આવવાના બહાને યુવતીને બહાર બોલાવી બળજબરી પૂર્વક ખેતરમાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને સિદ્ધપુર ખળી ચાર રસ્તા ઉતારી દીધી હતી.
દુષ્કર્મ આચરનાર યુવક અને તેને મદદગારી કરનાર યુવકની સામે ફરિયાદ કરવામાં આવી છે. યુવતીએ ઊંઝા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 21 જાન્યુઆરીના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસશે. જોકે તાપમાનમાં કોઈ ખાસ ફેર નહીં પડે ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે.
ગુજરાતમાં હજી પણ લોકો ઠંડીમાં ઠૂંઠવાશે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાથી હજી આગામી થોડા દિવસ ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. તો કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. રાજ્યના 9 જેટલા શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.જયારે રાજ્યના મોટા ભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 11થી 16 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. તો 4 પોઈંટ 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું તો અમદાવાદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થશે. રાજ્યના 21 શહેરોમાંથી ફક્ત 3 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું તો ડીસા અને કંડલામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.