એક બાજુ હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે નિસર્ગ વાવાઝોડાને કારણે ભારે વરસાદની આગાહી કરી છે. જોકે ગુજરાત માટે સારાં સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમમાં 5 દિવસમાં 2 મીટરનો વધારો થયો છે. હાલ ગુજરાતા મેઈન કેનાલમાં 6000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. નર્મદા ડેમમાં 5 દિવસમાં 2 મીટરનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી છે. ડેમનું મહત્તમ લેવલ 121.92 મીટર છે. હાલ ઉપરવાસમાંથી 12000 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે જેના કારણે નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે.

મહત્વની વાત છે કે, ડેમમાં 1765 MCM (મ્યુલયન ક્યુબીક મીટર) લાઈવ પાણીનો જથ્થો છે જ્યારે ગુજરાત માટે મેઈન કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.