અમદાવાદ: ગુજરાતના રાજકારમાં ગરમાવો ફેલાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એનસીપીના પ્રમુખ પદેથી એકા એક શંકરસિંહ વાઘેલાને દૂર કરીને જંયત બોસ્કીને ફરીવાર પ્રમુખ બનાવતાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.


રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય કોરાણે મૂકાયા છે. તેમની પાછળ તેમનો પોતાનો સ્વાર્થ માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ એનસીપીનો છેડો પકડનારા શંકરસિંહ વાઘેલા હંમેશા પાર્ટીથી અળગા રહ્યા હતા.

તેઓ કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હોય અને ત્યાં તેઓ હંમેશા માટે પૂર્વ મુખ્યમંત્રી તરીકેની જ પોતાની ઓળક આપતાં રહ્યાં છે. હવે એકા એક પાર્ટી પ્રમુખ તરીકે પક્ષે તેઓને દૂર કર્યાં છે અને હવે જંયત બોસ્કીને ફરીવાર પ્રમુખ બનાવ્યા છે.