સમગ્ર હાલ દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર છે. ગુજરાતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જો કે સતત વધતા સંક્રમણ વચ્ચે ઝાયડસ કોડિલા કંપની દ્રારા એક રાહત સમાચાર સામે આવ્યા છે. ઝાયડસે કોરોના વાયરસ સામે લડવા માટે વાયરોશિલ્ડ પંપ તૈયાર કર્યો છે. આ માઉથ સ્પ્રે સંક્રમણથી કઇ રીતે રક્ષણ આપશે જાણીએ...


કોવિડ-19 વાયરસનું વધતું જતું સંક્રમણ દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. કોરોના સામે લડવા માટે દેશમાં વેકિસનેશન ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઝાયડસ કંપની તરફથી કોરોનાના દર્દી માટે એક રાહતના સમાચાર આવ્યાં છે. કંપનીએ કોરોનાની દવા શોધી હોવાનો દાવો કર્યો છે. આ દવા ટ્રાયલ બાદ તેમના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગવામાં આવશે. તો બીજી તરફ ઝાયડસે કોરોના સામે રક્ષણ આપવા માટે માઉથ સ્પ્રે પણ તૈયાર કર્યું છે. આ માઉથ સ્પ્રે કેવી રીતે કોરોના વાયરસ સામે લક્ષણ આપશે જોઇએ...


 વાયરોશિલ્ડ માઉથસ્પ્રે વાયરસ સામે કેવી રીતે લડશે?


ઝાયડસ કંપનીએ કોરોનાના દર્દી માટે દવા શોધ્યા બાદ હવે માઉથસ્પ્રે પણ લોન્ચ કર્યુ છે.  વાયરોશિલ્ડ નામનું આ માઉથસ્પ્રે કેવી રીતે કામ કરશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે જાણીએ.


 ઝાયડસ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ખાસ વાયરોશિલ્ડ માઉથ સ્પ્રે એટલે કે પંપનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાયરોશિલ્ડ 99 ટકા વાયરસને રોકવાનું કામ કરે છે… કોઇ પણ વ્યક્તિ દિવસમાં સવારે અને સાંજે એમ બે વખત વાયરોશિલ્ડના પંપ લઇ શકશે.


ઝાયડસ કંપનીએ માઉથસ્પ્રેની કિંમત વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વાયરોશિલ્ડ એક માઉથસ્પ્રે છે. તેને દિવસમાં બે વખત માઉથની અંદર સ્પ્રે કરવાથી સંક્રમણથી રક્ષણ મેળવી શકાશે. જેની કિંમત નજીવી રહેશે. જેથી મોટાપ્રમાણમાં તેનો ઉપયોગ કરી શકાય અને સંક્રમણને રોકી શકાશે.  ઝાયડ કોડિલી કંપનીએ દાવો કર્યાં છે કે, આ માઉથસ્પ્રે, દિવસમાં 2 વખત કરવાથી 99 ટકા વાયરસથી રક્ષણ મેળવી શકાશે.