ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એક મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે રેમડેસિવીર ઇન્જેક્શનને લઈને કર્યો છે.


ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં  સિવીલ હોસ્પિટલ સોલા-એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ તેમજ ગુજરાત કેન્સર સોસાયટી અને નગરી તથા એલ.જી. હોસ્પિટલોમાં આગામી ત્રણથી પાંચ દિવસમાં રેમડેસિવીર ઇન્જેકશન કોરોના સંક્રમિતો માટે નહિ નફો - નહિ નુકશાનના ધોરણે ઉપલબ્ધ કરાવાશે.


રેમેડેસિવીર ઇન્જેક્શને લઈને ગુજરાત સરકારના આ નિર્ણયથી કોરોના સંક્રમિત દર્દીનો રાહત થઈ શકે છે. કારણ કે હાલમાં સમગ્ર રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનની માગમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ રેમડેસિવીરના કાળા બજારીના અહેવાલ પણ સામે આવ્યા છે.


અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની માગમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાંરેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.  અહીં આવતા લોકોને કોરોનાની દવા ગણાતા રેમડેસિવીર ઈન્જેકેશન મળે તે માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા બહાર મોંઘા મળતા રેમડેસિવરને માત્ર 900 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે. જેથી અહીં રાજકોટ, સુરત, ભાવનગર, અને રાજસ્થાનથી લોકો ઈન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે.


બહાર રૂ. 2800માં મળતું ઇન્જેક્શન અહીં 900 રૂ.માં મળતું હોવાથી 200થી પણ વધુ લોકોએ કતારમાં જોવા મળ્યા હતા. અહીં ઉભેલા લોકોનું કહેવું હતું કે ઇન્જેક્શન માટે બે કલાકથી પણ વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.


રૂપાણી સરકાર હવે માત્ર એક રૂપિયામાં આપશે ટ્રિપલ લેયર માસ્ક, જાણો ક્યાંથી મળશે આ માસ્ક ?


દેશમાં કોરોના રિઇન્ફેક્શનનો મોટો ખતરો કેટલા ટકા દર્દી કોરોના મટ્યા પછી ફરી કોરોનાનો ભોગ બન્યા


સુરેન્દ્રનગરની આ સ્કૂલમાં એક સાથે 38 વિદ્યાર્થી અને 4 શિક્ષકો Corona પોઝિટિવ આવતા ખળભળાટ