Rameshbhai Oza: સુદામાપૂરી અને પોરબંદરમાં આવેલe સાંદીપનિ આશ્રમ ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના ચાલતા નવરાત્રf અનુષ્ઠાનનો લાભ લેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી પધાર્યા હતા. બાબા બાગેશ્વરે આજે બપોરના સમયે સાંદીપનિ ખાતે શ્રી હરી મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ ભાઈશ્રીના કમલ ચરણે વંદન કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી દર્શન કરવા ઉમટ્યાં હતાં
રમેશભાઈ ઓઝાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને હનુમાનજીના આશીર્વાદની અનુભૂતિ કરાવનારા સનાતન ધર્મના સૂરજ તરીકે ઓળખાવ્યા
ભાઈશ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીને હનુમાનજીના આશીર્વાદની અનુભૂતિ કરાવનારા સનાતન ધર્મના સુરજ તરીકે ઓળખાવી સ્વાગત કર્યું હતું. જેના બદલામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ ભાઈશ્રીના કમલ ચરણોમાં વંદન કરતા ભાઈશ્રીએ તેમને બથ ભરી ખોળામાં સ્થાન આપી ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા.બાબા બાગેશ્વરેપોતાના ધાર્મિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘‘હું ભાઈશ્રીથી મોહિત થયેલો છું. જે-તે સમયે ભાઈશ્રીનો એક વાયરલ વીડિયો મેં જોયો હતો. જેમાં ભાઈશ્રીએ જણાવ્યું હતું કે અનુષ્ઠાન ભણેલ-ગણેલ બ્રાહ્મણ આચાર્ય પાસે જ કરાવવું જોઈએ. એ સિવાયના અનુષ્ઠાનનું પરીણામ કે પુણ્ય મળવું મુશ્કેલ છે. પોરબંદર સહિત ગુજરાતના લોકોને ભાઈશ્રીના સાનિધ્યતાથી ભાગ્યશાળી ગણાવ્યા હતા. સદગુરુ સમાન ભાઈશ્રી વૈદ જેવા છે. રોગી ડોક્ટર પાસે જાય તેમ સંસારના તાપથી ત્રસ્ત લોકોને આવા સદ્ગુરુ શાંતિના માર્ગ તરફ આગળ વધારે છે.
રામાયણના પ્રસંગોનું અદ્ભૂત વર્ણન કરી બાબા બાગેશ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
આ પ્રસંગે તેઓએ સદગુરુ દેવના ગુણગાન ગાઈ શ્રોતાઓને શાસ્ત્રોમાં વર્ણવેલા દ્રષ્ટાંતોથી સુંદર માર્ગદર્શન આપ્યું હતું સાથે ‘સીતારામ હનુમાન...સીતારામ હનુમાન...'ની ધૂન બોલાવી ત્યારે ઉપસ્થિત સહુ કોઈ પણ ધૂનમાં સાથે જોડાયા હતા. રામાયણના પ્રસંગોનું અદ્ભૂત વર્ણન કરી બાબા બાગેશ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાબા બાગેશ્વરે અંબાજીથી સીધા પોરબંદર આવી સાંદીપનિ ખાતે અંબા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં અભ્યાસ કરતા ઋષિકુમારોને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા.
કોણ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મૂળ મધ્યપ્રદેશના છે. એવું કહેવાય છે કે બાગેશ્વર ધામ સરકારના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હનુમાનજીના સાક્ષાત દર્શન થયા છે. તેમના ચમત્કારોના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વભરમાં જાણીતા છે. તે પોતાના ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ ચિઠ્ઠી દ્વારા કરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત બાગેશ્વર ધામમાં અરજી કરે છે તેમની તમામ સમસ્યાનું સમાધાન ધીરેન્દ્ર શાસ્ત્રી એક કાગળ પર લખીને આપે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પ્રખ્યાત અને પ્રાચીન ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામ સરકારના વડા છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો અહીં દર્શન માટે આવે છે અને પોતાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરે છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પ્રખ્યાત કથા પણકાર છે અને દિવ્ય દરબાર પણ ભરે છે. પેઢી દર પેઢી બાગેશ્વર ધામમાં પ્રખ્યાત સંતો દરબાર કરતા આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા તેમના દાદા ભગવાનદાસ ગર્ગ અહીં દરબાર લગાવતા હતા.
જો કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે. ઘણા લોકો તેના ઉપાયને ચમત્કાર કહે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા કહે છે. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીમાં લાખો ભક્તોને અપાર શ્રદ્ધા છે એ વાતને નકારી શકાય નહીં.