Navaratri Garab:ગુજરાતભરમાં હાલ નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે.  જો કે 12 વાગ્યા બાદ પણ ચાલતા લાઉડ સ્પીકર્સથી પરેશાન એક નાગરિકે આ મુદે હાઇકોર્ટમા રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે આ મુદ્દાને ધ્યાનમાં લઇને પોલીસ વિભાગને નિર્દેશ આપ્યા છે કે, જો કોઇ નવરાત્રી દરમિયાન 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર્સ બંધ કરાવવા માટે રજૂઆત કરે  ફરિયાદ કરે તો પોલીસે તેની સામે કાર્યવાહી કરાવતા 12 વાગ્યા લાઉડ સ્પીકર બંધ કરવું પડશે.


ઉલ્લેખનિય છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેરાત કરી હતી કે, રાજ્યમાં હવે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 12 વાગ્યા બાદ પણ ગરબા બંધ ન કરાવવા માટે પોલીસને સૂચના આપી છે.  ત્યારે હવે કોર્ટે આદેશ આપ્યા છે કે, જો કોઇ નાગરિક પરેશાન હોય અને તે આ મુદ્દે રજૂઆત કરે તો પોલીસે એકશન લેતા 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા પડશે.


ઉલ્લેખનિય છે કે,ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.


નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના 1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે.અમદાવાદ શહેરમાં 113 પોઇન્ટ એવા છે જ્યાં વધારે ટ્રાફિક થાય છે. નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ 600 જવાનોને મોડી રાત દમિયાન ટ્રાફિક નિયમનમાં રહેશે. વધારે ટ્રાફિક થતાં શહેરના વિસ્તારોમાં નવી સ્પેશિયલ ટીમ મૂકવામાં આવી છે. મોડી રાત્રે ટ્રાફિકના જવાનો રેડિયમ વાળા જેકેટ પહેરીને હાજર રહેશે. 


નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. 9 ઈન્ટરસેપ્ટ વાન હાઇવે પર હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું ધ્યાન રાખીને તહેવારોની ઉજવણી કરવી જોઈએ. ટ્રાફિક વિભાગ નવરાત્રી નહીં ઉજવે પણ તમે નવરાત્રી ઉજવી શકો તે માટે અમે બંદોબસ્તમાં રહીશું. નવરાત્રી દરમિયાન ટ્રાફિક વિભાગ, લોકલ પોલીસ અને શી ટીમ હાજર રહેશે. ચાલુ ગરબા દરમિયાન રોમિયોગીરી કરતા લોકોની શી ટીમ ધરપકડ કરશે.                              







આ પણ વાંચો 


Crime: પહેલા વર્ચ્યૂઅલ સેક્સ બાદમાં હૉટલમાં દુષ્કર્મ, હરિયાણી સિંગરે પરિણીતાને ફંસાવીને પડાવ્યા 48 હજાર


Operation Ajay: ઇઝરાયલથી વધુ 286 નાગરિકો સાથેનું વિમાન દિલ્હી પરત ફર્યું, 18 નેપાળીઓને પણ યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢ્યા


રાજકોટમાં નાની વયે હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત, 8 દિવસથી દરરોજ એક-બે યુવાનના થયા મોત


News: વડોદરામાં કોમી એખલાસ, મુસ્લિમ અગ્રણીની અંતિમ યાત્રા નીકળતા ગરબા 30 મિનીટ માટે રોકાયા, જાણો