ભાવનગર: ભારતીય વાયુ સેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ભાવનગર પાસેના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા ખેતરમાં જ ઈમરજનસી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.
હેલિકોપ્ટરમાં રહેલા ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. ગામના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ થતાં ખેડૂતોમાં કૂતુહલ સર્જાયું હતું. સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એરફોર્સનાં હેલિકોપ્ટરને કુકડ ગામ, ઘોઘા, ભાવનગર નજીક જવું પડ્યું હતું. તમામ ઓન-બોર્ડ સલામત છે. કોઈ તબીબી સહાયની જરૂર નથી.
વહીવટી સહાય અને તેમની સલામતી માટે પોલીસ અને મામલતદાર સ્થળ પર પહોંચ્યાં હતાં. સરપંચ પહેલાંથી જ સ્થળ પર હાજર હતાં. હેલિકોપ્ટરમાં સવાર 9 લોકો સુરતથી જામનગર જઈ રહ્યાં હતાં. વહિવટી તંત્રએ ફ્લાઈટ લેફ્ટનન્ટ નીતીશનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.
ભાવનગરના ખેતરમાં હેલિકોપ્ટરનું કેમ કરાયું ઈમરજન્સી લેન્ડિંગ? જાણો કારણ
abpasmita.in
Updated at:
06 Aug 2019 01:37 PM (IST)
હેલિકોપ્ટરમાં રહેલા ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. ગામના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ થતાં ખેડૂતોમાં કૂતુહલ સર્જાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -