IAS Transfer: ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં 23 IAS અધિકારીઓની બદલીના (IAS Transfer) ઓર્ડર સમાન્ય વહિવટ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. જે મુજબ વિવિધ જિલ્લાના કલેક્ટર અને શહેરોના મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ કરવામાં આવી છે.


અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર:


23 IAS અધિકારીઓની આ બદલીઓમાં અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ. થેનારસનને મુકવામાં આવ્યા છે. એમ. થેનારસન GIDCના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. તો, IAS ડૉ. રાહુલ ગુપ્તાની એમ. થેનારસનની જગ્યાએ GIDCના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.


અમદાવાદના કલેકટર તરીકે ધવલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ધવલ પટેલ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે કામ કરી રહ્યા હતા. તો અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેની ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી થઈ છે. 


સુરતના DDO ડી. એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે બદલી થઈ છે. દેવભૂમિ દ્વારકાના ડીડીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગના કલેક્ટર તરીકે બદલી થઈ છે. દિલીપ રાણાની કચ્છ-ભુજના કલેકટર તરીકે નિયુકતી થઈ છે અને ગાંધીનગરના કલેકટર તરીકે કચ્છના કલેકટર પ્રવિણા ડી. કે. ની નિયુક્તિ થઈ છે. તાપીના કલેક્ટર તરીકે બી. આર દવે, મહિસાગરના કલેક્ટર તરીકે બી. કે પંડ્યા, રમેશ મેરજાની ભાવનગર કલેકટર તરીકે બદલી થઈ છે. 


રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે


ગાંધીનગરઃ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની દિવાળી સુધરશે. રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય. ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા થઈ જશે. દર મહિનાની તા. 1 કે 2તારીખે થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે. છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ લાભ મળશે. પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીઓને એડવાન્સમાં આપવામાં આવશે.


આ પણ વાંચો....


Gujarat Election : ગુજરાતમાં ક્યારે થઈ શકે છે વિધાનસભા ચૂંટણીની જાહેરાત? જાણો મોટા સમાચાર


Gaurav Yatra : ઉત્તર ગુજરાતથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ, રૂપાલા-જે.પી. નડ્ડાએ કરાવ્યો પ્રારંભ


Gujarat Election : સૌરાષ્ટ્રમાં આપની સભામાં સરપંચ-ગ્રામજનોએ કાર્યકરોનો લીધો ઉધડો, કાર્યક્રમ કરાવ્યો બંધ