ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ખાતરના ભાવમાં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો,જેમાં 265 રૂપિયા નો વધારો થયો છે. એજ રીતે IFFCO નપક 12/32/16 નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો જેનો વધી 1450 રૂપિયા થયો,જેમાં પણ 265 રૂપિયા નો વધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલેથી જ પરેશાન છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે.
દિલીપ સંઘાણી એ કહ્યું, ગત વર્ષે રૂપિયા 1700 નો ભાવ વધારો હતો પણ લાગુ કરાયો ન હતો. રૂપિયા 1700 નો ભાવ વધારો ગઈકાલે મળેલી બેઠક માં ઘટાડી રૂ 1450 કરાયો છે. ગત વર્ષે ખોટ ખાઈને પણ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો. પહેલા જ્યારે ખાતરના ભાવમાં વધારો થયો ત્યારે અમે કહ્યું હતું કે કોઈ ભાવ વધારો આવશે નહિ. એ સમયે કેટલીક પ્રાઇવેટ કંપનીઓ 1800 માં વેચતી હતી. ભાવ વધારો ઇફકોએ કર્યો નહોતો. ગઈકાલે મંત્રી મનસુખ મંડવીયાના ત્યાં મિટિંગમાં કોઈ એ વધુ ભાવ લેવા નહિ તેમ નક્કી થયું છે. 1470 ભાવ નક્કી કરાયો છે. ઇફકો હવે નજીવો ભાવ વધારો કર્યો છે. 1450 ભાવ કર્યો છે એટલે ભાવ ઘટાડ્યો છે.
ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, પહેલાથી ખાતરનો ભાવ વધારે હતો. એક બાજુ મોંઘું ડીઝલ, મોંઘા બિયારણ હોવાથી અમે પહેલેથી જ નુકશાન કરીને ખેતી રહ્યા છીએ અને તેની સામે પોષણસમ ભાવ તો મળતાં જ નથી. આવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા અમારે ખેતી કઈ રીતે કરવી.