Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજની સવારી ફરી એકવાર આવી ચૂકી છે, ઉત્તરથી લઇને મધ્ય અને દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તાજા અપડેટ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભેંસાણમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. આજે પણ વરસાદનું જોર વધી શકે છે.
ગુજરાતમાં બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાના આંકડા પ્રમાણે વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 19 તાલુકામાં 2 થી 6.30 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના ભેસાણમાં 6.30 ઈંચ વરસાદ વરસતા લોકોને હાલાકી પહોંચી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદરાજ્યના 19 તાલુકામાં 2થી 6.30 ઈંચ સુધીનો વરસાદ24 કલાકમાં જૂનાગઢના ભેસાણમાં સૌથી વધુ 6.30 ઈંચ વરસાદ24 કલાકમાં જામકંડોરણામાં સૌથી વધુ 4.65 ઈંચ વરસાદ24 કલાકમાં ગોંડલમાં 4.13 ઈંચ, વડિયામાં 4.13 ઈંચ વરસાદ24 કલાકમાં દાંતીવાડામાં 3.58, નાંદોદમાં 3.07 ઈંચ વરસાદ24 કલાકમાં ધારીમાં 3, હળવદમાં 2.76 ઈંચ વરસાદ24 કલાકમાં હાંસોટમાં 2.40, દસાડામાં 2.32 ઈંચ વરસાદ24 કલાકમાં ખંભાળિયા, રાણપુરમાં 2.24 ઈંચ વરસાદ24 કલાકમાં વિસાવદરમાં 2.17, વેરાવળમાં 2.13 ઈંચ વરસાદ24 કલાકમાંઉનામાં 2.09, જામજોધપુરમાં 2.05 ઈંચ વરસાદ24 કલાકમાં કોડીનારમાં 2.05, લીંબડીમાં 2.01 ઈંચ વરસાદ24 કલાકમાં જાફરાબાદમાં 1.85 ઈંચ, ડીસામાં 1.77 ઈંચ વરસાદ24 કલાકમાં ભાભરમાં, માળિયા હાટીનામાં 1.77 ઈંચ વરસાદ24 કલાકમાં બગસરા, ગીર ગઢડામાં 1.77 ઈંચ વરસાદ24 કલાકમાં અમીરગઢ, ઊંઝા, ગણદેવીમાં 1.69 ઈંચ વરસાદ24 કલાકમાં કરજણ, જેતપુર, આણંદમાં 1.65 ઈંચ વરસાદ24 કલાકમાં સરસ્વતી, ચુડામાં 1.65 ઈંચ વરસાદ
આજે રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ તાજા અપડેટ પ્રમાણે, નરોડા, મેમ્કો, કાંકરિયા, મણીનગર, જશોદાનગર, ઠક્કરનગર, કુબેરનગર, ખોડિયારનગર, સરદારનગર, વિરાટનગર, સૈજપુર, અખબારનગર, મેમનગરથી લઇને મણીનગર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. થલતેજ, પકવાન, એસજી હાઇવે, પ્રહલાદનગર, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા શરૂ થયા છે. તો બીજી તરફ એક વાગ્યા સુધી વરસાદના રેડ એલર્ટથી અમદાવાદના લોકોને સાવધાન રહેવા જણાવવામાં આવ્યું છે. મણિનગર, જશોદાનગર, જીવરાજપાર્ક સહિતના અનેક વિસ્તારમાં AMCના પાપે ભરાયા પાણી છે. નોંધનિય છે કે, સૌથી વધુ બજેટ ધરાવતું AMC પાણી ભરાવવાની સમસ્યાથી અમદાવાદને છુટકારો નથી અપાવી શકતું. અમદાવાદમાં અનેક ઠેકાણે ગોઠણ સમા પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે. લોકોને ઓફીસ ધંધે જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.