આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેંદ્રનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને મેઘરાજા ધમરોળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
17 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, ગીર-સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, તાપી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી.
19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જોકે આગામી 5 દિવસ ગુજરાત માં સાર્વત્રિક વરસાદ પડશે.
સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ગુજરાતને ધમરોળશે, આજે કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ભારે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 07:57 AM (IST)
આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -