Gujarat Weather Updates: રાજ્યના હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ (IMD Now Cast) જાહેર કરવામાં આવ્યું છે. જ મુજબ આગામી 3 કલાક દરમિયાન રાજયના ભાવનગર, અમરેલી, સુરત, તાપી, જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા (rain fall) વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે નવસારી (navsari), વલસાડ (valsad), નર્મદા (narmada), ગીર સોમનાથ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આગાહી છે.


જ્યારે રાજ્યના જુનાગઢ (Junagadh), રાજકોટ (Rajkot) , બોટાદ (botad), અમદાવાદ(Ahmedabad) , ભરૂચ (Bharuch), ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ , ખેડા અરવલ્લી , મહિસાગર, દાહોદ , પંચમહાલમાં છુટાછવાયા વરસાદની (light rainfall) આગાહી છે.


રાજ્યમાં હજુ પણ વરસાદની 2 ટકા ઘટ


ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (cycloni circulation system) સક્રિય થઈ છે. જેના કારણે આજે અમદાવાદમાં ભારે વરસાદની (heavy rain fall) આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન માછીમારોને (fishermens) દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.  હવામાન વિભાગે કહ્યું કે,  પવનની ગતિ 35/45 કિમી આસપાસ રહેશે.  રાજ્યમાં હજુ પણ વરસાદની 2 ટકા ઘટ છે.


હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ


ગુજરાતના (Gujarat)ના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું (heavy rain alert) હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ  વરસી શકે છે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી  છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ (yellow alert) તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે (Meteorological Department) આગાહી વ્યક્ત કરી છે. 




શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો


શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.  ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે.


દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા વરસાદ વરસ્યો છે.   ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.