ગાંધીનગર: હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કુલ્લુ-મનાલી, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે.છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થાય છે.
ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે તેવી શક્યતા છે. તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતોએ સામાન્ય માવઠાની પણ આગાહી કરી છે. આજે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસમાં વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદમાં 20 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે તેમણે આવતા 24 કલાકમાં અમદાવાદમાં 19 ડિગ્રી અને ગાંધીનગરમાં 18 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલીયામાં 18.4 ડિગ્રી નોંધાયુ છે.
ગુજરાતમાં હાલ પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. પરંતુ વરસાદની કોઇ સંભાવના નથી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.