Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક કિશોરનું મોત થયું છે. હાલમાં સમાચાર મળી રહ્યા છે, વલસાડમાં ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજે વહેલી સવારે વલસાડના પાનેરા વિસ્તારમાં 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકની લહેર ફરી વળી છે. મૃતકનું નામ આયુષ હોવાનું સામે આવ્યુ છે. આયુષ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતો અને આજે સવારે અચાનક હાર્ટ એટેક આવવાથી મોતને ભેટ્યો હતો. 


ગુજરાતમાં બાળકોમાં હ્રદય રોગની બિમારીઓ વધી, એક જ વર્ષમાં થયો 59 ટકાનો વધારો, વાંચો રિપોર્ટ - 


રાજ્યમાં હાર્ટની બિમારીના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, હાલમાં જ રજૂ થયેલા બજેટમાં પણ ગુજરાત સરકારે આ વાતનો ઉલ્લેખ કરીને તમામ માહિતી આપી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પુખ્ત વયના અને વૃદ્ધોની સાથે સાથે હવે બાળકોમાં પણ હ્રદયને લગતી બિમારીઓ સામે આવી રહી છે. રાજ્યમાં એક જ વર્ષમાં બાળકોમાં હ્રદયને લગતા રોગોની સંખ્યામાં 59 ટકાનો વધારો થયો છે. આ આંકડા ખુદ સરકારે જાહેર કર્યા છે. 


રાજ્યમાં બાળકોમાં હવે ધીમે ધીમે હ્રદયને લગતા રોગો વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં આ આંકડો ખુબ વધ્યો છે, એક જ વર્ષમાં બાળકોમાં હૃદયના રોગની સંખ્યામાં 59 ટકાનો વધારો નોંધાયો છે. આ વતાનો બજેટ સાથે રજૂ કરાયેલા શાળા આરોગ્ય ચકાસણીના અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. 


રાજ્ય સરકારના બજેટની સાથે વિવિધ કામગીરીનો અહેવાલ જાહેર કરાયો હતો. તેમાં આ વર્ષે રાજ્યમાં હૃદય રોગના બાળદર્દીની સંખ્યામાં 58.63 ટકાનો વધારો એક જ વર્ષમાં થયો હોવાનો ઉલ્લેખ છે. બજેટ સાથે શાળા આરોગ્ય ચકાસણીના તેમજ સોશિયલ ઈકોનોમીના રિપોર્ટ જાહેર કરાતા હોય છે. આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ દરમિયાન હૃદયના રોગ ધરાવતા બાળકોની સંખ્યા 3347 હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગત વર્ષે આ સંખ્યા 2110 હતી. આમ એક વર્ષમાં 58.63 ટકાનો વધારો નોંધાયો છે.


ગત વર્ષે 2110 બાળકને હૃદય રોગ અને બિમારીઓ હતી, 2022-23માં હ્રદય રોગના બાળદર્દી 2110 હતા, 2023-24માં આ આંકડો વધીને 3347 થતાં કેસમાં લગભગ 59 ટકાનો વધારો થયો છે.


અતિ ગંભીર રોગગ્રસ્ત બાળકો - 


રોગ            2023-24        2022-23         વધારો
હ્રદય          3347               2110               1237
કિડની        1022               724                  298  
કેન્સર         754                 334                 420 
કુલ             5123              3171               1952