ગાંધીનગરઃ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં વધારો થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. આગામી ચાર દિવસમાં હજુ પણ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે કરી હતી.  સાથે જ હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છના વિસ્તારમાં સિવિયર કોલ્ડવેવની અસર અનુભવાશે.


ઉત્તરપૂર્વમાંથી આવતા ઠંડા પવનો અત્યારે ગુજરાતમાં નીચાણ પરથી પસાર થઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં ગુરુવારે સૌથી ઓછું 3.8 ડિગ્રી તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં નોંધાયું હતું. રાજ્યના મોટા ભાગના સ્થળોએ ચાર દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગુરુવારે અમરેલીમાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.3 ડિગ્રી, પોરબંદરમાં 11.4 ડિગ્રી, ભુજમાં 9 ડિગ્રી, અમદાવાદમાં 14.1 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાત સહિત કચ્છમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સિવિયર કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડતા કોલ્ડસીટી ગણાતા નલિયા સતત રાજ્યનું સૌથી ઠંડું શહેર બની ગયું છે.


Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....


એક જ દિવસમાં Jioનો યૂ-ટર્ન: 24 કલાકની અંદર આ પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી, ડેટા પણ 90MB ઘટ્યો


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રત્ન છે, ખૂબ જ ચમત્કારી, 30 દિવસની અંદર જ જોવા મળે છે તેની અદભૂત અસર


Karnataka MLA Shocking Statement: “જબ રેપ હોના હી હૈ તો લેટો ઓર મજે લો” કોંગ્રેસના MLA રમેશકુમારે Assemblyમાં આપ્યું શરમજનક નિવેદન, સાંભળો શું કહ્યું