અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ 48 કલાક દરમ્યાન રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અગામી 10થી 12 દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. તો, દેશના કેટલાક વિસ્તારમાં થોડા જ કલાકોમાં જળબંબાકાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, દેશભરમાં 1 જૂનથી 24 જુલાઈ સુધી સામાન્યથી 19 ટકા ઓછો વરસાદ થયો છે. મધ્યભારતમાં સૌથી ઓછો વરસાદ થયો છે.


હવામાન વિભાગ પ્રમાણે, નોર્થ ઈન્ડીયા, વેસ્ટર્ન હિમાલયન વિસ્તાર અને પશ્ચિમી ભારતમાં ભારેથી અતીભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, યૂપી, ઝારખંડ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મૂ કાશ્મીર અને ગુજરાત સૌથી વધારે અસર થશે. 1થી 7 ઓગષ્ટ વચ્ચે મધ્ય ભારત સિવાય કેરળ, કર્ણાટક, તામિલનાડુ, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ અને અંડમાનમાં સારો વરસાદ થવાનું અનુમાન છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે.

તેવી જ રીતે ચોમાસુ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ભારતની આસપાસના વિસ્તારોમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે મિડ-ટ્રોપોસ્ફેરિક લેવલ સુધી ફેલાયું છે. જેને લઈ ફશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં ઓછા દબાણનું ક્ષેત્ર બની ગયું છે. એક સાઈક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં બન્યું છે.