આગામી ત્રણ દિવસમાં આ વિસ્તારને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે કરી મોટી આગાહી
abpasmita.in | 26 Sep 2019 10:17 AM (IST)
ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
અમદાવાદઃ ‘હિકા’ વાવાઝોડાનો ખતરો હાલ ટળી ગયો છે પરંતુ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પુણેમાં આગાહી પ્રમાણે, રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને સાવચેતી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન ખાતાએ અમદાવાદ સહિત ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. ગઈકાલે અમદવાદામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરના બોપલ, એસજી હાઈવે, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, જમાલપુર, પાલડી, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.