હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
13મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં મેઘમહેર થશે. હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેને લઈને આગામી 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના કેટલાંક વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જામેલો છે. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલો વરસાદ ખેડૂતો માટે લાભદાયક સાબિત થયો છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે.
13મી ઓગસ્ટે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો 14મી ઓગસ્ટે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ અને જૂનાગઢ કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. ગુરુવારે પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત શુક્રવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિથી અતિભારે વરસાદ તો સુરત ડાંગ અને નવસારીમાં ભારેથી અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
કઈ તારીખે કયા જિલ્લામાં ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી છે આગાહી? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 08:05 AM (IST)
હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -