ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 13 અને 14 જુલાઈએ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 12 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
હવે 13 અને 14 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 અને 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પાટણ સહિતના અન્ય ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 તારીખ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ફરી એકવાર મેઘરાજા મન મુકીને વરશે તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જેમાં બે દિવસ માટે વરસાદનું જોર ઘટ્યું છે અને ભેજના પ્રમાણ વધારો થયો છે.
બે દિવસ બાદ ફરી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ધોધમાર વરસાદની રાહ જોવી પડશે ત્યારે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પાટણ સહીત સામાન્ય વરસાદ રહેશે.
વરસાદનો વધુ એક રાઉન્ડ! ગુજરાતના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2020 09:48 AM (IST)
હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 13 અને 14 જુલાઈએ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -