રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે એક મહત્વનો નિર્ણય કરીને સૂચના આપી છે કે રાજ્ય કેબિનેટના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ સોમવારે મંગળવારે અને બુધવારે તેમની ઓફિસ છોડવાની નથી. જાહેર જનતા અને પ્રજાના પ્રતિનિધિઓ એવા સંસદસભ્યો અને ધારાસભ્યોને મળવાનું રહેશે. તેમણે પ્રજાના પ્રતિનિધિઓને અપમાન નહીં કરવા તેમજ તેમને બહાર બેસાડી નહીં રાખવા પણ આદેશ કર્યો છે.


રાજેંદ્ર ત્રિવેદીએ જણાવ્યું કે સપ્તાહના બે દિવસો દરમિયાન કોઈ બેઠકો, મીટીંગ કે અન્ય કાર્યક્રમો નહીં યોજવા મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટની બેઠકમાં સૂચના આપી છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવસા સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારના મંત્રીઓએ અને અધિકારીઓએ સોમવાર, મંગળવારે અને બુધવારે મુલાકાત માટેનો સમય ફાળવવાનો રહેશે. આ નિર્ણયનો ત્વરીત અમલ કરવાનો રહેશે. એટલુ જ નહીં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે જે અધિકારી સરકારના આદેશનું પાલન નહીં કરે તેની સામે પગલા લેવાનું પણ વિચારવામાં આવશે.


ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયઃ કુદરતી આફત સમયે કોને મળશે 50 હજારની સહાય?


ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર બન્યા પછી આજે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટેનો પહેલો સૌથી મોટો નિર્ણય લીધો છે. જેનો સીધો ફાયદો રાજ્યના ખેડૂતોને થવાનો છે. કુદરતી આફતો બાદ ચુકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કરાયો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે વધારો કરવાની મંજુરી આપી છે. કેશડોલ્સની રકમ અને sdrfના ધોરણોમા વધારો કરવામાં આવશે.


આજની કેબિનેટમાં ઘરવખરીને થયેલા નુકસાનના વળતરમાં પહેલા 3800 રૂપિયા મળતા હતા, હવે વધારીને 7 હજાર રૂપિયા કરાયા છે. ઝૂપડા-કાચા મકાનમાં રહેતા લોકોને 10 હજાર રૂપિયાની સહાય કરાશે. જે પહેલા 4100 રૂપિયા સહાય મળતી હતી. ઘેટા-બકરાના 3 હજાર રૂપિયાથી વધારીને 5 હજાર રૂપિયા કરાયા. અતિવૃષ્ટીથી દૂધાળા પશુનું મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા સહાય કરાશે. મહત્તમ 5 પશુદીઠ સહાય અપાશે.  નવા સુધારાનો લાભ સૌરાષ્ટ્રના 3 જિલ્લાના લોકોને મળશે, તેવી જાહેરાત પણ આજે ગુજરાત સરકાર વતી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ કરેલી પત્રકાર પરીષદમાં કરી હતી. 


કેબિનેટમાં અધિકારીઓને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સોમવાર અને મંગળવારે સચિવાલયમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે. અધિકારીઓને આ બે દિવસ કોઈ જ કાર્યક્રમનું આયોજન નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આ બે દિવસ મુલાકાતીઓને અધિકારીઓ મળશે. તેમજ મુલાકાતીઓને બહાર ન બેસવું પડે તેવી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. લોકોના પ્રશ્નો સાંભળવા માટે મંત્રીઓ અને અધિકારીઓ આ બે દિવસ ખાસ સચિવાલયમાં હાજર રહેશે.