મોરબી પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે જેમાં આજે ટીમ્બડી પાટિયા નજીક એક કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.



મોરબીના ભરતનગર ગામ નજીક ઓફિસ ધરાવતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા આનંદ શેખાવત તારાચંદ, બિરજુભાઈ, પવન મિસ્ત્રી સહિતના પાંચ વ્યક્તિ કાર લઈને ભરતનગર ઓફિસથી મોરબી પોતાના ઘર તરફ હતા ત્યારે એક બાઇકને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સાઈડમાં પડેલ બંધ ટ્રક પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર આનંદ શેખાવત (ઉ.વ.26) તારાચંદ (ઉ.વ.30),બ્રિજેન્દ્રભાઈ (ઉ.વ.22), દિનેશ ઉર્ફે રાજેશકુમાર (ઉ.વ.28) અને અશોકભાઈના પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટિમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતના બનાવની વધુ તપાસ ચલાવી છે.


Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મોત પર સરકારે વળતર કર્યું નક્કી, પીડિત પરિવારને કેટલા હજાર રૂપિયા મળશે?


Compensation For Covid Deaths: કોરોનાથી મોત થવા પર વળતર નક્કી થઇ ગયું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. તમામ મૃતકના પરિવારને 50 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી પ્રાપ્ત થશે. વાસ્તવમાં કોર્ટે લઘુતમ વળતર અંગે માર્ગદર્શિકા માંગી હતી.


30 જૂનના રોજ આપેલા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણકારી આપે. કોર્ટે માન્યું હતું કે આ પ્રકારની આફતમાં લોકોને વળતર આપવાની સરકારની વૈધાનિક ફરજ છે. પરંતુ વળતરની રકમ કેટલી હોવી જોઇએ તે અંગેનો નિર્ણય સરકાર કરે તેવું કોર્ટે કહ્યું હતું.