GSRTC: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રાજ્યભરમાં કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરી છે. અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. જ્યારે 9 મહિના દરમિયાન 2 હજાર 883 મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા હતા. આ તરફ રાજકોટ ડિવીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 32 કટકીબાજ કંડકટર ઝડપાયા છે. કટકીબાજ કંડકટરો મુસાફરો પાસેથી ટિકિટના રૂપિયા લઈ લેતા હતા પણ ટિકિટ આપતા ન હતા. આવા કટકીબાજ કંડકટરો સામે એસટી વિભાગ તરફથી પેનલ્ટી, ઈન્ક્રીમેન્ટ અટકાવવા સહિતના પગલા લેવામાં આવ્યા હતાં.