Heart attack: રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. આ તરફ બાબરા- અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવિંગ દરમિયાન જ ચાલકને તિવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો. જેમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 32 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં 40 વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો.


રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શહેરમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું હાર્ડ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું. ગતરોજ યુવાનને સામાન્ય તાવ, શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે.


રાજુલામાં હાર્ટ એટેકથી મોત


અમરેલી જિલ્લામાં નવરાત્રીના ખેલેયાઓ માટે સૌથી મોટા ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. રાજુલા શહેરમાં મોડી રાતે 23 વર્ષનાં યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. નવરાત્રીમાં રામાપીરના આખ્યાન દરમ્યાન યુવકને હાર્ટએટેક આવતા મોડી રાતે દોડધામ મચી હતી. 23 વર્ષીય દિનેશ શિયાળને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમરેલી જિલ્લામાં નવરાત્રી દરમ્યાન હાર્ટએટેકથી યુવકના મોતની પહેલી ઘટના સામે આવી છે.


ચાલુ રીક્ષાએ ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક


હાર્ટ એટેકથી મોતનો બીજો કિસ્સો બાબરામાંથી આવ્યો છે. જ્યાં બાબરા અમરેલી હાઈવે પર રીક્ષાચાલકને ચાલુ ડ્રાઈવીગ દરમિયાન હાર્ટ એટેક આવ્યાનો વીડિયો વાયરલ થયો છે. છકડો રીક્ષાચાલકનું હાર્ટ એટેકને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. રીક્ષામાં આધેડ પોલભાઈ મુંધવા ઉપરાંત ત્રણ પેસેન્જર પણ સવાર હતા પરંતુ સદનસીબે તેમનો બચાવ થયો હતો. પોલભાઈ રીક્ષા લઈને લુણકીથી બાબરા જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં બનાવ બન્યો હતો. રીક્ષા ચાલકને 108થી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


છેલ્લા થોડા દિવસમાં હાર્ટ એટેકથી થયેલા મોત


તારીખઃ 18 ઓક્ટોબર 2023


સ્થળઃ બાબરા- અમરેલી હાઈવે
ચાલુ રીક્ષાએ ચાલકને તિવ્ર હૃદયરોગના
હુમલાથી એક વ્યકિતનું મોત


તારીખઃ 18 ઓક્ટોબર 2023


સ્થળઃ સાંપડ, પ્રાંતિજ
40 વર્ષીય ખેડૂત માટે જીવલેણ
સાબિત થયો હાર્ટ એટેક


તારીખઃ 18 ઓક્ટોબર 2023


સ્થળઃ મહેસાણા
મોઢેરા પોલીસમથકના હોમગાર્ડ
જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન


તારીખઃ 18 ઓક્ટોબર 2023


સ્થળઃ નવાગામ, રાજકોટ
32 વર્ષીય વિપુલ માટે 
હાર્ટ એટેક નિવડ્યો પ્રાણઘાતક


તારીખઃ 15 ઓક્ટોબર 2023


સ્થળઃ ઈચ્છાપોર, સુરત
માતાજીની મૂર્તિ લઈને પરત 
ફરતા સમયે હાર્ટ એટેકથી મોત


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ પાદરા
યુવક ઓચિંતા ઢળી પડ્યો


તારીખઃ 14 ઓક્ટોબર 2023


સ્થળઃ ગોધરા
શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ
બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર
મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ
ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા


તારીખઃ 13 ઓક્ટોબર 2023


સ્થળઃ વડોદરા
કારેલીબાગના 26 વર્ષીય યુવકનું
હાર્ટ એટેકથી નિધન


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ ઓલપાડ
42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર 
બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો


તારીખઃ 12 ઓક્ટોબર 2023


સ્થળઃ સુરત
સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને 
છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો


તારીખઃ 10 ઓક્ટોબર 2023


સ્થળઃ જામનગર 
ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા
દરમિયાન હાર્ટ એટેક આવતા મોત