હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પોઝિટિવ કેસો દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે જામનગરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં 100 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતાં જ્યારે 13 દર્દીઓનાં કોરોનાથી મોત થતાં હાહાકાર મચી ગયો હતો.


કોરોનાનું લોકલ સંક્રમણ વધી ગયું છે, શનિવારે 103 અને રવિવારે 99 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિવારે 105 અને રવિવારે 109 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસમાં 33 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ કુલ 247 દર્દી બે દિવસમાં સાજા થઈને બહાર નીકળ્યાં હતાં.

ડીએમસીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 61858ના સેમ્પલ ટેસ્ટ થયા છે અને 189 કેસ એક્ટીવ છે. જોકે ગઇકાલે દિવસ દરમ્યાન 99 પોઝીટીવ કેસ આવ્યા હતા અને 109 ડીસ્ચાર્જ કરાયા હતા, જ્યારે કોરોનાથી વધુ 2ના મોત થયા છે આમ અત્યાર સુધીમાં જામનગર શહેરમાં કોરોનાથી મૃત્યુ આંક 19 દર્શાવવામાં આવ્યો છે.