Crime News:ભાવનગર શહેરમાં સતત બની રહેલી ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કુમુદવાળી વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં ઘુસીને ચારથી 5 લોકોએ દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો.  બોરતળાવ ડી. ડિવિઝન વિસ્તારમાં ગુંડા તત્વો બેફામ બનીને ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. દુકાનદારનો આક્ષેપ છે કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ હોવા છતાં પણ   પોલીસે હજુ સુધી ફરિયાદ નથી નોંધાઇ. પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રમાણે ગુંડા તત્વો બેફામ બનીને દાદાગીરી કરી રહ્યા છે,ઈજાગ્રસ્ત અમરીશ ભાઈ નામના શખ્સને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ચાલી રહી છે.,



તો બે દિવસ પહેલા ભાવનગર શહેરના કરચલીયા પરા 60 ફળી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે યુવાની હત્યાનો બનાવ સામે આવ્યો  હતો.. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 3 વર્ષ પહેલા થયેલી સગાઈ બાબતનું લાગી આવતા વેર વાળવા ત્રણ શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે ઉમલો કર્યો હતો. જેમાં બચાવવા પડેલ ફઈના દિકરાની કરપીણ હત્યા કરી નાખવામાં આવી  હતી.  સાથે જ સગાઈ કરેલ 21 વર્ષીય યુવકને ગળાના ભાગે છરી મારી દેતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવમાં કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે.


ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સ્થિતિ પર અંકુશ લગાવો જરૂરી છે કારણ કે દર 15 અથવા 20 દિવસે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે જેમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રિના સમયે પોતાના કરચલીયા પરા 60 ફળી વિસ્તારમાં દિપક મેર નામના યુવકને રહેસી નાખવામાં આવ્યો હતો. ત્રણ ઈસમો દ્વારા દિપક મેર ઉપર છરી વડે અનેક જગ્યાએ હુમલો કરી દેતા દીપક મેરનું મોત થયું હતું જ્યારે અન્ય એક 21 વર્ષિય યુવક માનવ બારૈયાને અને તેમની માતાને પણ આ ત્રણ ઈસમોએ છરી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા. જો કે હાલ માનવ બારૈયાની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે જેની સારવાર ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. મોડી રાત્રિના સમયે થયેલ હત્યાના બનાવ બાદ ભાવનગર SP હર્ષદ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યાની વિગતો મેળવી હતી.