દાહોદઃ ‘સલામત સવારી એસટી અમારી’ની વાતો વચ્ચે દાહોદમાં અજીબોગરીબ કિસ્સો નોંધાયો છે. નશાની હાલતમાં ​​​​​​​દાહોદથી ધ્રોલ જતી બસનો ડ્રાઇવર બસ મુકી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, બુધવારે રાત્રીના સમયે દાહોદ-રાજકોટ-ધ્રોલ બસ દાહોદ સ્ટેશનેથી મુસાફરોને લઈને ઉપડી હતી. પરંતુ બસ  ગોધરા રોડ આવતાંની સાથે બસનો ડ્રાઇવર રસ્તામાં મુસાફર ભરેલી બસ મુકી ક્યાંક જતો રહ્યો હતો. જેના કારણે કલાકો સુધી મુસાફરો હેરાન થયા હતા. મુસાફરોના જણાવ્યા અનુસાર બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો. જો કે દાહોદ ડેપોએ અન્ય ડ્રાઈવરની તાત્કાલિક વ્યવસ્થા કરી બસ રવાના કરી હતી.

Continues below advertisement

લિવ-ઇન પાટર્નર યુવતીને પાછી મેળવવા યુવકે કરી હેબિયસ કોર્પસ

બનાસકાંઠાના એક યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતાં યુવક યુવતી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા લાગ્યો હતો. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી પરાણે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. લિવ-ઇન પાટર્નરને તેના પરિવારજનો લઈ જતાં યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી. 

Continues below advertisement

આ હેબિયસ કોર્પસ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થતાં યુવતીએ યુવક સાથે જવાની ઇચ્છા દર્શાવી હતી. તેમજ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ દર્શાવી હતી. સુનાવણીના દિવસે જ યુવક 21 વર્ષનો થયો હોવાથી અને બંનેએ લગ્નની ઇચ્છા દર્શાવતા કોર્ટે લગ્ન રજિસ્ટ્રેશન માટે લિગલ સર્વિસ ઓથોરિટને જરૂરી મદદ કરવાનો નિર્દેશ કર્યો હતો.

આમ, ગુજરાત હાઈકોર્ટે યુવકનો તેના લિવ-ઇન પાટર્નર સાથે મિલાપ કરાવ્યો હતો અને બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. નોંધનીય છે કે, યુવક અત્યારે નેવીમાં તાલીમ લઈ રહ્યો છે. બંનેને હાઈકોર્ટના ચુકાદા પછી તરત લગ્ન કરી લીધા હતા. 

 

IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો

10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર

ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?

Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો