Gujarat Rain: રાજ્યમાં બીજા દિવસે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસ્યો હતો. ભાવનગર, બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ક્યા જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ, પાલીતાણામાં 11.9 ઈંચ વરસાદ, સિહોરમાં 11.6 ઈંચ વરસાદ, બોટાદમાં 11, જેસરમાં 10.7 ઈંચ વરસાદ, ઉમરાળામાં 10.4, સાવરકુંડલામાં 10 ઈંચ વરસાદ, ભાવનગરના મહુવામાં 9 ઈંચ વરસાદ, રાજુલામાં 7.4, અમરેલીમાં 6.8 ઈંચ વરસાદ, લીલીયામાં 6.7 ઈંચ, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ, ચોટીલામાં 6.2 ઈંચ, તળાજામાં 6.1 ઈંચ વરસાદ, ગારીયાધારમાં 5.9, વીંછીયામાં 5.9 ઈંચ વરસાદ, હાંસોટમાં 5.4, મોરબીમાં 4.9, બાબરામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય ખાંભામાં 4.1, ટંકારામાં 3.9,જસદણમાં 3.9 ઈંચ, ચુડા, સાયલામાં 3.9, થાનગઢમાં 3.7 ઈંચ વરસાદ, મૂળીમાં 3.7,જૂનાગઢમાં 3.6 ઈંચ વરસાદ, હળવદમાં 3.5, ભાવનગરમાં 3.5 ઈંચ વરસાદ, જેતપુરમાં3.5, ઓલપાડમાં 3.3 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 3.3, લાઠીમાં 3.2 ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં 3.2, વડિયામાં 2.8 ઈંચ વરસાદ, ઉમરગામમાં 2.7, કલ્યાણપુરમાં 2.6 ઈંચ વરસાદ, ભેસાણમાં 2.6, બાલાસિનોરમાં 2.6 ઈંચ વરસાદ, બરવાળા, બગસરામાં 2.6, પાદરામાં 2.5 ઈંચ વરસાદ, ભરૂચ, લોધિકા, ઘોઘામાં 2.4 ઈંચ વરસાદ, ઉનામાં 2.3, વાંકાનેર, જંબુરસમાં 2.2 ઈંચ વરસાદ, કપડવંજ, પોરબંદર, ઉપલેટામાં 2.2 ઈંચ વરસાદ,વંથલીમાં 2.2, બોડેલી, ધંધુકામાં 2.1 ઈંચ વરસાદ, ગોંડલમાં 2.1, સુત્રાપાડામાં 2 ઈંચ વરસાદ, રાજકોટ, મેંદરડા, ડોલવણ, દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો.
બોટાદમાં ભારે વરસાદથી પાણીમાં પ્રવાહમાં કાર તણાઇ હતી
બોટાદના ગઢડામાં આભ ફાટ્યું હતું. ગઢડામાં 10 કલાકમાં 13.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદમાં 10 કલાકમાં 9.72 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 11.85 ઈંચ વરસાદ વરસ્યો હતો. બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી. ગઢડાની ઘેલો નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરાઇ હતી. 24 કલાકમાં ગઢડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ભાવનગરમાં પાણીમાં ફસાયેલા 31 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પાલીતાણાના 3 ગામમાં ફસાયેલા 31 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સેંજળીયા ગામેથી કુલ 19 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. મોખડકા ગામે 11 અને આકોલાળી ગામેથી એક વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું હતું. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો ફસાયા હતા.