ગુજરાત કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે સરકાર ના બેટી બચાવો ના દાવા પોકળ છે. તે સરકારના આંકડાથી સાબિત થાય છે. ગુજરાત માં પ્રતિ દિવસ ૪ અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થાય છે અને પ્રતિ દિન ૫ બળાત્કાર થાય છે. લોકસભાના જવાબ મુજબ ગુજરાત માં ૫ વર્ષ માં ૭૪૩૦ અઢાર વર્ષ થી નીચે ની બાળકીઓ ગુમ થઈ છે.


વર્ષ ૨૦૨૧ માં ૧૪૭૪, વર્ષ ૨૦૨૦ માં ૧૩૪૫, વર્ષ ૨૦૧૯ માં ૧૪૦૩, વર્ષ ૨૦૧૮ માં ૧૬૮૦ અને વર્ષ ૨૦૧૭ માં ૧૫૨૮ અઢાર વર્ષથી નીચેની બાળકીઓ ગુમ થઈ છે.


ગુજરાત વિધાનસભામાં ૧૦/૩/૨૦૨૨ ના આંકડા મુજબ ગુજરાતમાં બે વર્ષ માં ૩૭૯૬ બળાત્કાર થયા તેમ દર્શાવવા આવ્યું હતું, અને લોકસભા મુજબ પાંચ વર્ષમાં ૨૬૩૩ બળાત્કારનો આંક આપવામાં આવ્યો છે.


વિધાનસભા મુજબ અમદાવાદ શહેરમાં બે વર્ષમાં ૭૨૯ દુષ્કર્મની ઘટના અને ૧૬ જેટલા સામુહિક દુષ્કર્મની ઘટના, સુરત શહેરમાં ૫૦૮ દુષ્કર્મ અને ૫ સામુહિક બળાત્કારના કિસ્સા, વડોદરામાં ૧૮૩ દુષ્કર્મ અને ૪ સામુહિક દુષ્કર્મની ઘટના, રાજકોટમાં ૧૪૫ દુષ્કર્મ અને ૭ સલામુહિક બળાત્કારના કિસ્સા બન્યા છે.


લોકસભામાં ઓછા આંકડા દર્શાવી ગુજરાતમાં બનતી દુષ્કર્મ ની ઘટનાઓનો આંક છુપાવવા આવી રહ્યો છે. લોકતંત્રના મંદિરમાં જુઠું બોલતા ભાજપના મંત્રીઓ લોકતંત્રને શરમાવે છે. ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષાનો પ્રશ્ન ચિંતાજનક છે.


વર્ષ      ૧૮ વર્ષથી ગુમ થતી બાળકીઓનો આંક


૨૦૨૧    ૧૪૭૪


૨૦૨૦    ૧૩૪૫


૨૦૧૯    ૧૪૦૩


૨૦૧૮    ૧૬૮૦


૨૦૧૮    ૧૫૨૮


કુલ         ૭૪૩૦


વિધાનસભામાં આપેલ બે વર્ષના દુષ્કર્મના આંકડા - ૩૭૯૬


લોકસભામાં આપેલ પાંચ વર્ષના દુષ્કર્મના આંકડા - ૨૬૩૩


દેશભરમાં ત્રણ વર્ષમાં 13.13 લાખથી વધુ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2019 અને 2021 ની વચ્ચે 18 વર્ષથી વધુ ઉંમરની 10,61,648 મહિલાઓ અને 2,51,430 નીચેની છોકરીઓ ગુમ થઈ હતી.


સંસદમાં આપવામાં આવેલા આંકડા અનુસાર, મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે, ત્યારબાદ બંગાળનો નંબર આવે છે. આ ડેટા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે.