Gujarat Weather Update: ગુજરાતમાંથી શિયાળાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે અને ઉનાળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામામ વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આગામી 4 અને 5 માર્ચે કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે કચ્છ જિલ્લા કલેકટર દ્વાર ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે તકેદારીના પગલાં લેવા સૂચન કરાયા છે. કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં 3 માર્ચે વાદળછાયું વાતાવરણ રહશે. ગાજવીજ સાથે વરસાદ જૂનાગઢ વરસાદ થઇ શકે છે. દક્ષિણમાં દમણ દાદરા નગર હવેલી વરસાદ થઇ શકે છે. રાજસ્થાન પર સર્ક્યુલેશનની અસરના કારણે પવનોની દિશા બદલાઈ રહી છે.જેથી કમોસમી વરસાદ પડશે.
આ વખતે દેશભરમાં પડી શકે છે આકરી ગરમી
આ વખતે ઉનાળો અત્યંત આકરો રહેવાનું અનુમાન છે અને કેટલાક સ્થળોએ રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે.હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે અલ-નિનોની અસરને પગલે આ વખતે દેશભરમાં આકરી ગરમી પડી શકે છે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ, પૂર્વ ઓડિશા, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર-મધ્ય ગુજરાત, દક્ષિણમાંથી તેલંગાણામાં આ વખતે રેકોર્ડ ગરમી પડી શકે છે. આ પૈકીના મોટાભાગના સ્થળોએ માર્ચના મોટાભાગના દિવસોમાં જ 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે. ભૂજમાં ફેબ્રુઆરીમાં જ તાપમાન 40ને પાર થઇ ચૂક્યું છે અને તેવું જવલ્લે જ જોવા મળતું હોય છે. આગામી 48 કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યારબાદના ૩ દિવસમાં લઘુતમ તાપમાન 2-4 ડિગ્રી વધી શકે છે. આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં પણ ચાર ડિગ્રીનો વધારો થશે, જેના પગલે ગરમીનું પ્રમાણ વધશે.
હોળી પહેલા આમ આદમીને મોંઘવારીનો મોટો આંચકો, ઘરેલુ LPG સિલિન્ડર થયા મોંઘા
હોળી પહેલા અને ચૂંટણી પછી તરત જ સામાન્ય જનતાને મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડર આજથી મોંઘું થઈ ગયું છે અને તમને ઘરેલું એલપીજી સિલિન્ડર રૂ. 50 મોંઘો થયું છે. દિલ્હીમાં આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયા પ્રતિ સિલિન્ડરના ભાવે ઉપલબ્ધ થશે. તેની અગાઉની કિંમત 1053 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે અને તેની કિંમતમાં 350 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 350.50 રૂપિયા મોંઘા થયા બાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 2119.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.