જામનગરઃ જામનગરમાં આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવા મંત્રીઓના કાર્યકર્તાઓ સાથેના વર્તનને આવકારી પૂર્વ મંત્રીઓ પર પરોક્ષ પ્રહાર પણ કર્યા હતા. તેમણે મંત્રી મંડળ બદલાતા કાર્યકર્તાઓ સાથેનો વ્યવહાર કેવી રીતે બદલાયો તેનું વર્ણન પણ કર્યુ હતું.


તે સિવાય પાટીલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ચેતવણી આપતા સ્વરમાં હવા કાઢી નાખવાની વાત કરી હતી. પાટીલે જણાવ્યું કે ચૂંટાયા બાદ કેટલાક જનપ્રતિનિધિઓ હવામાં આવી જાય છે. પણ જો આવા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓનું અપમાન કરશે તો કોઈ પણ સંજોગોમાં તેને ચલાવી લેવામાં નહીં આવે.


ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની મહાજીતનો ઉલ્લેખ કરી સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો. સી.આર.પાટીલે આમ આદમી પાર્ટીના નેતાઓ ગાંધીનગરમાં મેયર બનાવવાના કેવા સપના જોતા હતા તેનો ખુલાસો કર્યો હતો.  એટલુ જ નહી ગાંધીનગર મહાનગર પાલિકામાં સત્તા હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત બહારના નેતાઓના મનસુબા પર કેવુ પાણી ફરી વળ્યુ તેની પણ સ્પષ્ટતા કરી હતી. પાટીલે આ સમગ્ર વાત આમ આદમી પાર્ટીના એક નેતા સાથે થયેલી ટેલિફોનિક વાતચીતનો હવાલો આપી સમગ્ર વાતચીત કરી હતી.


 


ભારતમાં કોરોનાના કેસ ઘટ્યા


ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 44માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 147માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 10,488 નવા કેસ નોંધાયા છે અને 313 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,329 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,714 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.  દેશમાં 10,302 નવા કેસ નોંધાયા હતા અને 267 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 116,50,55,210 લોકોનું રસીકરણ થયું છે.  


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,16,49,378 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,74,099 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.