કચ્છ:  વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં વિવિધ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભવો જોડાઈ રહ્યા છે. પહેલા ડોક્ટરો જોડાયા ત્યાર બાદ અધ્યાપકો. જ્યારે આજે ગુજરાત ભાજપ અઘ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતીમાં 20-25 લોકોએ કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસ પદેશ પ્રમૂખ રહી ચૂકેલા અને આમઆદમી પાર્ટીના કાર્યકરો  પણ કેસરીયો ધારણ કર્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, જ્યાં કોંગ્રેસ ના જીતી શકે ત્યાં આપણે જીત્યા. વાસણભાઈ ઉપર કટાક્ષ કરતા કહ્યું કે વાસણભાઈએ છેલ્લા પાંચ વર્ષમાં કેટલા કામો કર્યો તે એમને પૂછો. જાતિના સમીકરણ અને કામની સમીકરણની વાતો કરવી જોઈએ.


તેમણે કહ્યું કે, ભાજપના  કાર્યકરો 28 પ્રકારના કામો કરે છે. સુરતની રેલી અને સુરતની સભા જોવો કે ત્યાંના લોકો કેવી રીતે કામ કરે છે. 100 મીટરથી વધુંની રેલી ન કરવી કાર્યકર્તા થાકી જાય છે. આ ઉપરાંત તેમણે તમામ કાર્યકર્તાઓ ટ્વીટર અને ફેસબુક ઉપર ભાજપના પેજ લાઈક કરવાનું કહ્યું હતું અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની પણ સલાહ આપી. ફરીવાર તેમણે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, ગુજરાતમાં એક મહા ઠગ આવી રહ્યો છે.  તેમણે મારૂ 12-15 વખત નામ લીધું. આ ઠગ વારંવાર સ્કૂલની વાત કરે છે, આ મહા ઠગથી સાવધાન. આ ઉપરાંત તેમણે તમામ કાર્યકરો ફેસબુક અને ટ્વીટર ઉપર મહા ઠગ લખવાનું આહવાન કર્યું છે.


2022 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ કોને કોને આપશે ટિકિટ?, જાણો શું રાખવામાં આવી શરતો?
ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મિશન 2022ને લઈને કૉંગ્રેસ ‘નો રિપિટ થીયરી’ અપનાવશે.  જે બેઠક પર ત્રણ વખત ચૂંટણી હાર્યા છે તેના પર કૉંગ્રેસ ‘નો રિપીટ થિયરી’ અપનાવશે. એટલુ જ નહીં માત્ર ઉમેદવાર જ નહીં, પણ જ્ઞાતિ માટે પણ કૉંગ્રેસ ‘નો રિપિટ થીયરી’ અપનાવશે.


મળતી જાણકારી અનુસાર, જે જ્ઞાતિના ઉમેદવારને ત્રણ વાર ટિકિટ આપવા છતા હાર થઈ છે તેવી જ્ઞાતિમાંથી પણ કોઈ ઉમેદવારની પસંદગી કરવામા આવશે નહીં. જે ઉમેદવાર ત્રણ ચૂંટણી હાર્યા છે તેને પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ ટિકિટ આપશે નહીં.  જે તે બેઠક પર એક જ્ઞાતિને ટિકિટ આપ્યા બાદ પણ હાર થઈ તેની જગ્યાએ બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતી જ્ઞાતિના ઉમેદવારને ચૂંટણી લડવાની તક આપવામાં આવશે.