Navsari: નવસારીમાં ભાજપે જિલ્લા પંચાયત સભ્યને નોટિસ ફટકારી હતી. નવસારી જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલને કારણદર્શક નોટિસ ભાજપે ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, નવસારી જિલ્લા પંચાયતની કુકેરી બેઠક ઉપરથી ચૂંટાયેલા ભાજપના સભ્યને નોટિસ ફટકારવામાં આવી છે. પક્ષ માટે નુકસાન કારક વાણીવિલાસ અને વર્તણુકના કારણે પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશ પટેલને નોટિસ આપવામાં આવી છે.




 ભાજપે નોટિસમાં કહ્યું હતું કે  પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તેનો બે દિવસમાં ખુલાસો કરવાનો રહેશે. જો કે નોટિસને લઈ પ્રકાશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. પ્રકાશ પટેલે કહ્યું કે જિલ્લા પંચાયતનો પ્રમુખ આદિવાસી હોવો જોઈએ તેવી કરી રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતમાં 30 પૈકીના 23 સભ્ય આદિવાસી છે.


તેમણે કહ્યું હતું કે જિલ્લા પંચાયતમાં 30માંથી 23 સભ્યો આદિવાસી હોવાના કારણે પ્રમુખ આદિવાસી હોવો જોઈએ એવી રજૂઆત કરી હતી અને પાર્ટીએ અવગણના કરી એટલે હું નિષ્ક્રિય થયો હોવાની વાત કરી હતી. જો કે તેમને ભાજપમાંથી રાજીનામું આપવાની વાતને નકારી કાઢી હતી. આદિવાસી સમાજના પ્રશ્નોની વાંચા આપવા માટે અનેક વાર રજૂઆત કરી હતી જેના કારણે મને નોટિસ આપવામાં આવી છે.


લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ યુવાકાર્યાને માર્ગદર્શન આપવા માટે અને જીતની રણનિતી તૈયાર  કરવા માટે સતત તેમની સાથે સંપર્ક કરી રહ્યાં છે, આજે તેઓ સુરેન્દ્રનગર અને રાજકોટમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે, રાજકોટ લોકસભા વિસ્તારમાં આવતા તમામ બૂથના પ્રમુખો સાથે  બેઠક કરશે. શક્તિકેન્દ્રના પ્રમુખ અને પ્રભારીઓ પણ બેઠકમાં  હાજર રહેશે.   પ્રમુખ સ્વામી ઓડિટોરિયલમાં યુવાકાર્યકર્તાઓ સાથે એક  મિટિંગ કરશે.


રાજકોટમાં આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ અલગ અલગ અનેકવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 10 વાગ્યે વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ માં ભાજપના સોશિયલ મીડિયા ના લોકો સાથે મુલાકાત કરશે. પ્રમુખસ્વામી ઓડિટોરિયલ ખાતે યુવા કાર્યકર્તાઓ, શહેર અને જિલ્લાના વૉર્ડ પ્રમુખો,શહેર જિલ્લાના કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.. બાદમાં પત્રકારો સાથે પત્રકાર મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  રાજકોટ ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને સાથે પણ સીઆર પટેલ મીટીંગ કરી શકે છે.જોકે ક્ષત્રિય સમાજના કાર્યક્રમની કોઈ ઓફિશિયલ માહિતી નહીં.