બોટાદઃ રાણપુરના અલમપર ગામે જુની અદાવતમાં ૯ શખ્સોએ એક પરિવાર પર હથિયારો વડે હુમલો કરી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતુો. જેમાં બે મહિલાઓ સહિત ૪ ને ઈજાઓ થતાં સારવાર અર્થે બે ને સુરેંદ્રનગર અને બે લોકોને અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાને પગલે પોલીસ એક આરોપીની ધરપકડ કરી બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.