Gujarat Politics:લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.

ઉલ્લેખનિય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ  કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે  પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો  છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું  ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે..

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપનું ડેમેજ કન્ટ્રોલ, આ નેતાએ પરત ખેચ્યું રાજીનામુ

લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં પણ આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર જોવા મળી રહી  છે. સી.જે.ચાવડાને ટિકિટ ફાળવતા ગોવિંદ પટેલે નારાજગીવ્યક્ત કરી હતી,  મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું હતું. જો કે હવે તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે. ગોવિંદ પટેલના રાજીનામા બાદ રજની પટેલ, રત્નાકરજીએ  ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી.ઉલ્લખનિય છે કે, ગોવિંદ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, ગોવિંદ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી  રાજીનામુ આપ્યું હતું. જો કે મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે.

સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી