Savarkundla: સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના મહુવા રોડ સહિતના જુદાજુદા વિસ્તારમાં માં બિનઅધિકૃત ઓટલા, કેબિનો અને છાપરા દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.
પોલીસની સાથે સરકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત
સાવરકુંડલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી સાવરકુંડલા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારી અને કર્મચારી આ ડીમોલેશન કામગીરીમાં બોલાવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ નેશનલ ઓથોરિટી તાલુકા પંચાયત પીજીવીસીએલ સહિત વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટ માંથી કર્મચારીઓને આ ડિમોલેશન કામગીરી માં હાજર રખાયા છે. 2 ડી વાય એસ પી, પાંચ પીઆઇ, 15 પીએસઆઇ અને 300 ઉપરાંત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે ગઈકાલે રાતે જ મોટાભાગના વેપારીઓએ કરેલા દબાણો જાતે દૂર કર્યા છે ત્યારે હાલ મુખ્ય માર્ગ ઉપર ઓટલા, છાપરા, કેબિનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.
મિતાલી પારુલકર સાથે લગ્નના બંધનમાં બંધાયો ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને 'લોર્ડ'ના નામથી પ્રખ્યાત શાર્દુલ ઠાકુરે 27 ફેબ્રુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા. તેણે તેની બાળપણની મિત્ર મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. શાર્દુલ ઠાકુર અને મિતાલીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેની અને મિતાલીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમના લગ્ન પહેલા આ કપલની હલદીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં શાર્દુલ પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેણે મરાઠી ગીત ઝિંગાત પર જોરદાર ડાન્સ કર્યો.