Gujarat Rain: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. સુરત જ નહીં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ પડ્યો


છેલ્લા 24 કલાકમાં સુરતના મહુવામાં ખાબક્યો 12 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં વરસ્યો 11 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં  ડાંગના સુબિરમાં વરસ્યો આઠ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલીમાં વરસ્યો આઠ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં  નવસારીના જલાલપોરમાં વરસ્યો સાડા સાત ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં  વલસાડના કપરાડામાં સાડા સાત ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં  ડાંગના આહવામાં સવા છ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં  સુરતના પલસાણામાં છ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં સાડા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં સાડા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સવા પાંચ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પાંચ ઈંચ વરસાદ


બનાસકાંઠામાં વરસાદ


બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. દાંતામાં 35 mm, અમીર ગઢમાં 38mm અને ભાભરમાં 23 mm વરસાદ નોંધાયો છે.  મોડી રાત્રે ધાનેરા, પાલનપુર, ડીસાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે.  વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાનનો આગાહી મુજબ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. 


વડોદરામાં વરસાદ


વડોદરાના કરજણમાં રાત્રે 1.10 ઇંચ વરસાદ પડ્યો છે. કરજણમાં સવા ઇંચ વરસાદમાં જ કરજણના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. કરજણના સામરી ગામે પ્રાથમિક શાળા, સામારી ગ્રામ પંચાયત , સામરી બસ સ્ટેન્ડ સહિત ભાથીજી ફળીયામાં કેડ સમાં વરસાદી પાણી ફરતા થયા છે. સામરી ગામના નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગામડાઓના નીચાણવાળા વિસ્તારોમાં આવેલ તળાઓ તરબોળ થયા છે.  વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારના સ્થાનિકો ભારે વરસાદને પગલે મુશ્કેલીમાં મુકાયા છે. 


તાપીમાં ધોધમાર વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે. વ્યારા શહેર માંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં કિનારે આવેલ મંદિરમાં પાણી ફરી વળ્યા હતા. હાલ સાવચેતીના ભાગરૂપે કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.