ગાંધીનગર: રાજ્યમાં ઘણા દિવસો બાદ કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. ભરૂચમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં વિસ્તારમાં એક કેસ નોંધાયો છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ એક્ટિવ કેસની સંખ્યા 916 પર પહોંચી છે. મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 19, સુરતમાં 18 કેસ નોંધાયા છે. અમરેલીમાં ત્રણ, ભાવનગરમાં બે અને વડોદરામાં કોરોનાના વધુ છ કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા નોંધાયો છે. તેમજ આજે 69 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 916 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 69 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 817 લોકોને રસી અપાઈ છે.
કોરોનાની સારવાર માટે આ દવાઓનો ઉપયોગ ન કરો, પ્લાઝમા થેરાપીથી પણ બચવાની સલાહ, કેન્દ્રએ જારી કરી નવી માર્ગદર્શિકા
ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્ર દ્વારા કોરોનાને લઈને અનેક પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી રહી છે. માર્ગદર્શિકા જણાવે છે કે જ્યાં સુધી બેક્ટેરિયલ ચેપની ક્લિનિકલ શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઈએ.
કોરોનાવાયરસના કેસોમાં ઉછાળા વચ્ચે જારી કરાયેલ સંશોધિત માર્ગદર્શિકા જણાવે છે કે હાલમાં કોવિડ-19ના પુખ્ત દર્દીઓની સારવાર માટે 'લોપીનાવીર-રિટોનાવીર', 'હાઈડ્રોક્સીક્લોરોક્વિન', 'આઈવરમેક્ટીન', 'મોલનુપીરાવીર', 'ફેવિપીરાવીર' ભારત. 'Azithromycin' અને 'doxycycline' જેવી દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
રિપોર્ટ અનુસાર, AIIMS, ICMR અને કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ (NTF)ની 'ક્લિનિકલ ગાઈડન્સ પ્રોટોકોલ'માં સુધારો કરવા માટે 5 જાન્યુઆરીએ બેઠક થઈ હતી. આ બેઠકમાં ડોક્ટરોને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
વડોદરામાંથી કોરોનાથી વૃદ્ધનું મોત ?
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના 68 વર્ષીય વૃદ્ધનું સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. દર્દી હાઇપર ટેન્શન, અસ્થામા અને ટીબીની બીમારીથી પીડિત હતા. કોરોનાના લીધેજ મોત થયું છે કે નહીં તે ડેથ ઓડિટ કમિટી તપાસ કર્યા બાદ જાહેર કરશે. વડોદરામાં કોવિડના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોવિડ પોઝિટિવનો આંક વધી 35 પર પહોંચ્યો છે. 32 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે અને 3 દર્દીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે.