ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 177 કેસ નોંધાયા છે. બીજી તરફ 66 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 41,031 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 20, વડોદરા કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં આઠ, સુરતમાં પાંચ, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, ખેડામાં ચાર, કચ્છમાં ચાર, બનાસકાંઠામાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, આણંદમાં બે, ગાંધીનગરમાં બે, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢ કોર્પોરેશનમાં બે, અમદાવાદમાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગરમાં એક, મહેસાણામાં એક, નવસારીમાં એક, પંચમહાલમાં એક, સાબરકાંઠામાં એક, તાપીમાં એક અને વડોદરામાં એક નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 948 કેસ છે. જે પૈકી 10 વેન્ટીલેટર પર છે, જ્યારે 938 નાગરિકો સ્ટેબલ છે. 8,18,298 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10113 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 92 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1472 લોકોને પ્રથમ અને 8355 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5597 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 25,512 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 41,031 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,81,96,230 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહિસાગર, મોરબી, નર્મદા, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.