ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો થયો છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા 6 દિવસના નવા કેસોની જ વાત કરીએ તો 600થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રોજના સરેરાશ 2 દર્દીઓના મૃત્યુ સાથે કુલ 12 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 22 ડિસેમ્બરે રાજ્યમાં 91 કેસ સામે 25 ડિસેમ્બરે 179 કેસ થઈ ગયા. આમ ત્રણ દિવસમાં કેસનો આંક ડબલ થઈ ગયો હતો. જ્યારે 1થી 19 ડિસેમ્બર સુધી 9 મોત થયા હતા. પરંતુ 20થી 25 ડિસેમ્બર વચ્ચે કુલ 12 દર્દીઓના મૃત્યુ થયા છે.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. ગઈકાલે નવા ઓમિક્રોનના વધુ 4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 49 થઈ ગયો છે. એક જ દિવસમાં નવા કેસમાં 82 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સૌથી વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા 61 કેસ નોંધાયા. શુક્રવારે અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. અમદાવાદમાં 196 દિવસ પછી કોરોનાના 60થી વધુ કેસ નોંધાયા હતા.
ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારમાં ઓમિક્રોન વેરિયંટના કેસ વધુ હોવાનો સ્વીકાર ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યો હતો. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીત મનોજ અગ્રવાલે જણાવ્યું કે વિદેશથી ગુજરાત આવતા તમામ વિદેશી પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઓમિક્રોન વેરિયંટ અને કોરોના સંક્રમણના વધી રહેલા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પર એલર્ટ છે. આ સાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પણ રાજ્ય સરકાર સજ્જ છે. છેલ્લા થોડા દિવસમાં રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં પણ વધારો છે.
જો કોરોના સંક્રમણની કોઈ નવી પેર્ટન દેખાઈ રહી છે કે નહીં તેનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય સચિવે લોકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી છે
ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?
નવા વર્ષની શરૂઆતમાં આ નવો નિયમ લાગૂ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, 10 જાન્યુઆરી સુધીમાં બનશે નિયમ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?
BJPના અલ્પેશ ઠાકોરની પદયાત્રાામાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યનાં લાગ્યાં બેનર ? ભાજપના નેતાઓ વચ્ચે કોંગ્રેસના બેનરથી તર્કવિતર્ક...