Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દૈનિક 300થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આજે ફરી છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં કોરોનાના નવા 327 કેસ સામે આવ્યા છે. જો કે, આજે 1 દર્દીનું મોત પણ થયું છે. સૌથી વધુ 98 કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં 37, રાજકોટ જિલ્લામાં 17 અને વડોદરા જિલ્લામાં 60 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં 24, મોરબી, વલસાડ જિલ્લામાં 12-12 અને પાટણ જિલ્લામાં 7 કોરોનાના કેસ નોંધાયા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સને જોઈ દર્દીએ કપડા કાઢી કહ્યું, I love you
સુરત: શહેરની સિવિલ હોસ્પિટલમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં સિવિલ હોસ્પિટલમાં એક દર્દીએ નર્સને જોઈ આઇ લવ યુ બોલતા હોબાળો મચી ગયો હતો. માનસિક બીમાર રહેતો દર્દી નર્સને જોઈ આઇ લવ યુ બોલી કપડા કાઢી નાખતો હતો. 24 કલાકમાં ચાર વખત આવી હરકતો કરી ચૂકેલા દર્દીના આતંકથી તબીબો અને નર્સમાં ગભરાહટ ફેલાયો હતો. તો આ મામલે તબીબોએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે પણ હાથ ઊંચા કરતા તબીબો હેરાન થયા હતા.
જૂનાગઢના આ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ
જૂનાગઢના વિસાવદર પંથકમાં દુષ્કર્મનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક મહિલાએ ગામના સરપંચ અને ઉપ સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ફરિયાદ બાદ પોલીસે પોલીસે સરસઈ ગામના સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી છે. જ્યારે ઉપ સરપંચ જયદીપ લાખાણી પોલીસ પકડથી હજુ દૂર છે. આ ઉપરાંત અન્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
છોટાઉદેપુરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવા પતિને પત્નીને ઉતારી મોતને ઘાટ
છોટાઉદેપુરના કોલી ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી દિતિયા નાયકાએ પત્ની પીનાબેનના માથામાં દંડો મારી મોતને ઘાટ ઉતારી દીધી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બીજી પત્ની કરવા માટે પતિએ પત્ની પીનાબેન સાથે પહેલા ઝઘડો કર્યો અને બાદમાં હત્યા કરી નાખી. હત્યાની ઘટના બનતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને રંગપુર પોલીસે આરોપી દિતિયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પહેલા બંધાવી રાખડી, પછી લગ્ન કરીને ધરબી દીધી ગોળી
હરિયાણાના સોનીપત જિલ્લાના ગુમાડ ગામમાં તેની માસીના ઘરેથી કેનેડા ભણવા ગયેલી એક વિદ્યાર્થીનીના જીવનનો દુઃખદ અંત આવ્યો. યુવતીના કાકીના પાડોશી સુનિલ ઉર્ફે શીલા કેનેડા ગયાના 17 દિવસ બાદ જ તેને પરત બોલાવી હતી. આટલું જ નહીં, તેણે તેની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન પણ કર્યા હતા.