ગાંધીનગર:  રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા  372 કેસ નોંધાયા છે.  જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2294 પર પહોંચ્યો છે જ્યારે 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે.  કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ શહેરમાં  125 કેસ નોંધાયા છે. મહેસાણામાં 27 કેસ, મોરબીમાં 29 કેસ સામે આવ્યા છે.  આ ઉપરાંત બનાસકાંઠા અને ભરુચમાં 14-14 કેસ નોંધાયા છે. 




રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 35 કેસ, વડોદરામાં 34 કેસ મોરબીમાં 29 કેસ, મહેસાણામાં 27 કેસ નોંધાયા છે. રાજકોટમાં 19 કેસ, ભરૂચમાં 14 બનાસકાંઠામાં 14 કેસ, અમરેલીમાં 8 કેસ નોંધાયા છે.


coronavirus: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2994 કેસ નોંધાયા, દિલ્હી-પંજાબ સહિત અન્ય રાજ્યમાં નવના મોત


દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં આજે કોવિડ-19 (COVID-19) દર્દીઓની સંખ્યા 2,994 નોંધાઈ છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મોત પણ થયા છે. આ પછી મૃત્યુઆંક વધીને 5,30,876 થઈ ગયો છે. હવે ભારતમાં કુલ કોરોના દર્દીઓનો આંકડો 4.47 કરોડ (4,47,18,781) પર પહોંચી ગયો છે. શનિવારે સવારે 8 વાગ્યા સુધીના આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં બે-બે, ગુજરાતમાં એક અને કેરળમાં બે મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ રાજ્યોમાં 9 મોત નોંધાયા છે. એક્ટિવ કેસની કુલ સંખ્યા 16,354 છે.


કોરોના દર્દીઓનો કુલ આંકડો 4,41,71,551 છે. અને મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોવિડ-19 રસીના 220.66 કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.


નોંધનીય છે કે શુક્રવારે પણ કોરોના દર્દીઓનો આંકડો લગભગ 3,000 નોંધાયો હતો. આ પછી કેન્દ્ર સરકાર પણ  એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકાર 5-6 રાજ્યો પર વિશેષ ફોકસ રાખી રહી છે જ્યાં કોવિડ-19ના દૈનિક કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રાજ્યોને વિશેષ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તેલંગણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોનો સમાવેશ થાય છે.