Rain update:હવામાન વિભાગે આગામી 2થી 3 દિવસ વરસાદની આગાહી કરી છે, ગઇકાલે અમદાવાદમાં પણ બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અમદાવાદના ધંધુકામાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો તો પોરબંદરમાં ચાર ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી પાણી થઇ ગયા હતા


પોરબંદરમાં પણ ગઇકાલે મેઘરાજા મનમૂકીને વરસ્યા, શહેર સહિત સમગ્ર  પોરબંદર જિલ્લામાં વરસાદી મોહાલ જોવા મળ્યો. પોરબંદરમાં એકધારો 4 ઇંચ વરસાદ વરસતાં અને વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. પોરબંદરના કુતિયાણા, રાણાવાવમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યાં


 બનાસકાંઠા જિલ્લામાં પણ ગઇકાલે  મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  ગઈકાલે મોડી રાત્રે  અને સવારે ભારે  વરસાદ વરસ્યો હતો.  24 કલાકમાં પાલનપુર અને લાખણીમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો. દિયોદરમાં સવા બે ઈંચ,  ડીસામાં દોઢ ઈંચ અને વડગામમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.  ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા.  ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ચિત્રાસણીથી બાલારામ જવાના માર્ગ પર આવેલું ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 


અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ


હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે.


રાજ્યમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમા 58 તાલુકામાં વરસાદ



  • 2 કલાકમાં પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • 2 કલાકમાં રાણાવાવમાં બે ઈંચ વરસાદ

  • 2 કલાકમાં ડીસા, બોડેલીમાં 2-2 ઈંચ વરસાદ

  • 2 કલાકમાં ગોંડલ, ગઢડામાં પોણા બે ઈંચ વરસાદ

  • 2 કલાકમાં બરવાળા, બાબરા, બોટાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

  • 2 કલાકમાં પ્રાંતિજ, લોધિકામાં સવા ઈંચ વરસાદ

  • 2 કલાકમાં કોટડાસાંગાણી, ખેરગામમાં એક-એક ઈંચ વરસાદ