ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બપોરના વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. 10થી 12 વાગ્યા સુધીમાં ખંભાળીયામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.
ખંભાળિયામાં ભારે વરસાદને પગલે રામનાથ સોસાયટી, સોની બજાર વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઘી નદીના ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઇ રહી છે. ખામનાથ પાસે ડેમના દરવાજા ખોલાયા હતા. ખંભાળીયાના રોડ-રસ્તા પર નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ખંભાળીયાના સલાયા શહેરમાં ભારે વરસાદના કારણે જળકુંભી છવાઈ હતી. દ્વારકાના રાવલ ગામમાં વર્તુ-2 ડેમના પાણી ફરી વળ્યા હતા. રાવલ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાવલ ગામમાં નીલકંઠ મંદિરના ઘાટ પર પાણી ભરાયા હતા. દ્વારકા-સોમનાથ હાઈવે પર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ હતી.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૯.૩૬ ઇંચ વરસાદ તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬૩મિ.મી, કેશોદમાં ૧૫૯ મિ.મી, ખંભાળિયામાં ૧૩૦ મિ.મી., આમ કુલ ૪ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૯.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૫.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૭.૬૮ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૮.૦૧ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત માણાવદર તાલુકામાં ૧૨૮ મિ.મી., માંગરોળમાં ૧૨૪ મિ.મી., અબડાસામાં ૧૨૨ મિ.મી., જામકંડોરણામાં ૧૧૮ મિ.મી., ધ્રોલમાં ૧૧૭ મિ.મી., જામજોધપુરમાં ૧૧૧ મિ.મી., કલ્યાણપુરમાં ૧૦૫ મિ.મી., મહુવા (ભાવનગર)માં ૧૦૪ મિ.મી., આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
12 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં ખાબક્યો વરસાદ
12 વાગ્યા સુધીમાં દ્વારકાના ખંભાળીયામાં સાડા 8 ઈંચ વરસાદ
10થી 12 વાગ્યા સુધીમાં ખંભાળીયામાં પાંચ ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં સવા ચાર ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં પોરબંદરના રાણાવાવમાં અઢી ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં બે બે ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં ગીર સોમનાથના તાલાલામાં સવા ઈંચ વરસાદ
12 વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં એક ઈંચ વરસાદ
જૂનાગઢના ભેંસાણ, ધોરાજીમાં એક એક ઈંચ વરસાદ
પોરબંદર, કેશોદ, વંથલીમાં પોણો પોણો ઈંચ વરસાદ