ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડે તેવી સંભાવના છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, પરોબંદર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે.
ઉતર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશ જોવા મળ્યાં છે.
સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. કેટલાંક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.