ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાત ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી?
19 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છ
20 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
21 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, દમણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, જામનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં વરસી શકે છે વરસાદ.
22 ઓગસ્ટે સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ.
23 ઓગસ્ટે ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ખાબકી શકે છે અતિભારે વરસાદ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 09:52 AM (IST)
રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -