Vapi: વલસાડના વાપીમાં ધનાઢ્ય પરિવારમાં કલંકિત ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, વાપીમાં ઉદ્યોગપતિ પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. નરાધમ પિતા પુત્રી 13 વર્ષની હતી ત્યારથી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.                                             

  




ફરિયાદમાં દીકરીએ આરોપ લગાવ્યો હતો કે ઘરે એકલતાનો લાભ લઈ તેના પિતા તેના પર દુષ્કર્મ આચરતા હતા. જો કે બાદમાં પુત્રીએ પોતાની આપવીતી માતાને જણાવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પુત્રીને સાથે રાખી માતાએ નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી હવસખોર પિતાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી.     


સુરતમાં એક બાળકી સાથે અડપલા કર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતમાં 10 વર્ષીય બાળકીને ઉપાડીને ખાડી પાસે લઈ જઈ પડોશીએ જ અડપલા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે બે યુવકો જોઈ જતાં બૂમાબૂમ કરતાં હવસખોર ભાગી ગયો હતો અને યુવકોની સતર્કતાને કારણે બાળકી નરાધમની હવસનો શિકાર બનતા બચી હતી. લીંબાયત પોલીસે મૂળ બિહારના સુંદર નામના હવસખોરની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.                   


સુરતના સરથાણામાં કિશોરી પર દુષ્કર્મ થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યુવકે ઘરે મળવા બોલાવી કિશોરીના અશ્લિલ ફોટો પાડી લીધા હતા. યુવકે કિશોરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો હતો. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


ભાવનગરમાં પણ અસામાજિક તત્વની પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીને પરેશાન કરનાર અસામાજિક તત્વની પોલીસે ધરપકડ કરી હતી.  વિજય નામનો રોમિયો વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. શાળાએ જતી સગીર વિદ્યાર્થીનીને પરેશાન કરનાર વિજય નામના શખ્સની ચાર દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ઈસમ વિરુદ્ધ પોક્સો સહિત IPC ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અસામાજિક અને ગુંડા તત્વના કારણે સગીરાએ પોતાનું વતન છોડવું પડ્યું હતું.