કોરોના બાદ પોસ્ટ કોવિડમાં મ્યુકરમાઇક્રોસિસની બીમારીએ માથું ઉચક્યું છે. ખાસ કરીને ડાયાબિટીશના કોવિડ પેશન્ટમાં આ બીમારી વધુ જોવા મળી રહી છે. મ્યુકર માઈકોસિસની દવા એમફોટેરિસીન-બીની અછત હોવાનો કેમિસ્ટ એસોસિએશને દાવો કર્યો છે.
કોરોના બાદ સામે આવેલા મ્યુકરમાઇકોસીસ માટેનો જથ્થો અપર્યાપ્ત હોવાની સ્થિતિ ઉભી થઈ છે. ફંગસ ઇન્ફેક્શનના કારણે થતા મ્યુકરમાઇકોસીસ નામના રોગ સામે એમફોટેરિસીન નામની દવા અસરકારક છે પણ હાલ સુધીના વર્ષોમાં મ્યુકરમાઇકોસીસ નામનો રોગ ન હોવાથી કેમિસ્ટ દ્વારા સ્ટોક કરવામાં આવ્યા નથી તો આ તરફ ગુજરાતમાં કેન્દ્ર સરકાર જે જથ્થો મોકલવાની હતી તે બેંગ્લોર તરફ મોકલવામાં આવ્યો છે જેના કારણે કેમિસ્ટ એસોસિએશનના અલગ અલગ કેમિસ્ટ દ્વારા હાલ કરવામાં આવતી પૂછપરછ સામે સ્ટોક ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મ્યુકરમાઇકોસીસ માટેની દવા એમફોટેરીસીનનો સતત 28 દિવસ કોર્સ કરવો પડે છે અને તેમાં એક દિવસમાં સાતથી આઠ વખત દવાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આ દવા પાછળ એક દર્દીને 15 લાખ જેટલો ખર્ચ થવાની સ્થિતિ છે. ખાનગી હોસ્પિટલો પાસે પણ એમફોટેરીસીન દવાનો જથ્થો હાજર ન હોવાથી દર્દીના સગાને બહારથી આ દવા લાવવા માટે કહેવામાં આવે છે. પાંચ જેટલી કંપનીઓ આ દવાનું ઉત્પાદન કરી રહી છે પણ કોરોનાની સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસનો વ્યાપ ખૂબ ઓછો હોવાના કારણે કેમિસ્ટો દ્વારા દવાનો સંગ્રહ કરવામાં આવ્યો ન હોવાના કારણે આવનારા દિવસોમાં દર્દીઓ માટે અને સરકાર માટે મ્યુકરમાઇકોસીસ પડકાર સાબિત થઈ શકે છે.
કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા એવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બમારી જોવા મળી રહી છે. જે લોકો પહેલાથી ડાયાબિટીશની સમસ્યાથી પીડિત છે અને તેમને કોવિડને માત આપવા માટે સ્ટીરોઇડના વધુ ડોઝ આપવા પડયાં હોય. આવા લોકોમાં મ્યુકરમાઇકોસિસિની બીમારી જોવા મળી રહી છે.
મ્યુકરમાઇકોસિસિની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે. જાણીએ.
મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે જાણો
પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે
મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?
મોંમા રસી આવવી
મોંમાં છાલા પડી જવા
આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
દાંત હલવા લાગવા